રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં સાંગણવા નામનું એક ગામ છે. આ ગામની વસ્તી માત્ર 1500 માણસોની જ છે જેમાંથી પણ લગભગ 50% જેટલા લોકો તો રાજકોટમાં રહે છે. હમણા બે દિવસ પહેલા આ ગામની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લેવાનું થયું.
સામાન્ય રીતે સરકારી શાળાઓની ભૌતિક સ્થિતી અને શિક્ષણની ગુણવત્તા કેવી હોય છે એ જગજાહેર છે. ( કેટલાક કર્મનિષ્ઠ શિક્ષકમિત્રો પોતાનો જીવ રેડીને શાળા ચલાવતા હોય છે એ માત્ર અપવાદ છે.) સાંગણવાની પ્રાથમિકશાળાને જોયા પછી કોઇપણ માણસ અચંબામાં પડી જાય. થોડીવાર તો મુલાકાતીને એમ જ લાગે કે હું કોઇ સરકારી શાળામાં નહી ખાનગીશાળામાં અને એ પણ હાઇફાઇ ખાનગીશાળામાં આવી ગયો છું.
સાંગણવા પ્રાથમિક શાળામાં અત્યારે 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં 8 રૂમ છે અને તમામ રૂમ સ્માર્ટક્લાસ છે એટલે લાખો રૂપિયાના ખર્ચે દરેક કલાસરૂમને ઓડીયો-વિડીયો માધ્યમથી સજ્જ કરવામાં આવ્યા છે. શાળાનું આખું કેમ્પસ વાઇફાઇથી સજ્જ છે. બાળકો અભ્યાસ માટે પાટીપેન અને નોટબુકપેનની સાથે સાથે ટેબલેટનો પણ ઉપયોગ કરે છે. દરેક વિદ્યાર્થીને એનું અલગ આઇડી અને પાસવર્ડ આપવામાં આવ્યા છે જેના ઉપયોગ દ્વારા એ સરળતાથી અભ્યાસ કરે છે અને બધી જ ટેસ્ટ ટેબલેટ પર ચાલે છે. શાળાના બધા બાળકોને ડ્રેસમાં જીન્સનું પેન્ટ અને ટીશર્ટ આપવામાં આવે છે અને બધા જ બાળકો એકસરખા કપડામાં અદભૂત લાગે છે.
સવારે પ્રાર્થનાસભામાં બાળકો જ સંચાલન કરે, બાળકો જ ગાય, બાળકો જ વગાડે અને બાળકો જ જાત જાતની વાતો કરે, માહીતી આપે, જાણવાજોગ સમાચારો કહે. શાળાના સ્માર્ટક્લાસને ઓપરેટ કરવાનું વિદ્યાર્થીઓ પણ જાણે છે. તમામ ક્લાસરૂમ પણ ટુંક સમયમાં એરકંડીશન્ડ થઇ જશે. શાળાના આખા પરિસરની ચોખ્ખાઇ ઉડીને તમારી આંખે વળગે. આ શાળામાં માત્ર ગામના જ નહી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવે છે.
તમને થશે કે સરકારીશાળાને આવી આધુનિક બનાવવા માટે સરકારે બહુ મોટી ગ્રાન્ટ આપી હશે! ના ભાઇ ના, સરકારની મદદ વગર આ બધુ શકય બન્યુ છે. શાળાના આચાર્ય સુભાષભાઇ રાઠોડનો એકનો એક દિકરો 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. સુભાષભાઇએ દિકરાના ઉચ્ચ અભ્યાસ માટે બહુ મોટી રકમ ભેગી કરી રાખી હતી. ભગવાનને કરવું ને એમનો દિકરો અકસ્માતમાં મૃત્યું પામ્યો. દિકરાના અભ્યાસ માટે એકઠી કરેલી રકમ એમ જ પડી રહી. સુભાષભાઇએ નક્કી કર્યુ કે મારી શાળાના બધા જ દિકરા-દિકરીઓ મારા જ દિકરા અને દિકરીઓ છે એટલે એમણે ભેગી કરેલી તમામ રકમ તથા દિકરાની વિમાપોલીસીની મળેલી રકમ શાળાને દાનમાં આપી દીધી અને એમાંથી શાળાને આધુનિક બનાવવાનો પ્રારંભ કર્યો.
પછી તો બીજા કેટલાય દાતાઓનો સાથ સહકાર મળ્યો. સરકારે પણ જુદી-જુદી યોજનામાંથી ગ્રાન્ટોની ફાળવણી કરી અને પરિણામ સ્વરૂપે સાંગણવા ગામની આ સરકારી પ્રાથમિક શાળા માત્ર ગુજરાત નહી સમગ્ર ભારતની પ્રથમ ડીઝીટલ શાળા બની ગઇ. આજે આ શાળાના આચાર્યની સાથે સાથે તમામ શિક્ષકો શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે દિલ દઇને કામ કરે છે. બાળકોના ચહેરા પરનો તરવરાટ અને સ્ફુર્તિ જ શિક્ષકોની કર્મઠતાના દર્શન કરાવે છે. ડીઝીટલ શાળાને કારણે બાળકોની લખવાની પ્રેકટીસ ન છુટી જાય એ માટે એમની પાસે લેખનનું પણ પુરતું કામ કરાવવામાં આવે છે.
ગુણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વોટસએપમાં એક મેસેજ ફરતો થયો છે. આ મેસેજનો ભાવાર્થ એવો છે કે 'માત્ર શિક્ષકોના કામની જ ગુણવત્તા કેમ ચકાસવામાં આવે છે ? સરકારના બાકીના બધા વિભાગોમાં પણ આવો ગુણોત્સવ હોવો જોઇએ.' સ્વાભાવિક છે કે આ મેસેજ મુકનારા શિક્ષકમિત્રો જ હશે. હું શિક્ષકમિત્રોની વાત સાથે સહમત છું પણ જો મારા કાર્યની ગુણવત્તા ચકાસવામાં આવે તો એમા મને શું વાંધો હોય શકે ? ( હા, જો નિષ્ઠાપૂર્વક કામ ન થતુ હોય તો ચોક્કસ તકલીફ પડે.) બીજી મહત્વની વાત એ કે બાકીના સરકારીબાબુઓની કામગીરી અને શિક્ષકની કામગીરી વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. ઘણીવખત તો એમ થાય કે મારા આ શિક્ષકમિત્રોને એમનું મહત્વ કેમ નહી સમજાતું હોય?
નૈતિકમૂલ્યોને નેવે મુકનારા બે બદામના રાજકારણીઓ પાછળ જ્યારે કોઇ શિક્ષકને આંટા મારતા જોઉં ત્યારે હદય દ્રવી ઉઠે કે આ માણસને પોતાના કાર્યની કોઇ સમજ જ નથી કે શું ? શિક્ષકમિત્રો, આપની સરખામણી બીજા સરકારી બાબુઓ સાથે ક્યારેય ન થાય અને જો કરતા હોવ તો તમે તમારી જ જાતનું અવમૂલ્યન કરો છો. તમે ક્યારેય કોઇ યુવાનને કલેકટર કે ડીએસપીને પગે લાગતા જોયો છે ? પણ પોતાના શિક્ષકને જાહેરમાં પગે લાગતા મેં, એક નહી અનેક યુવાનોને જોયા છે. કોઇ સરકારી અધિકારી કે કર્મચારી કામચોર હોય તો હજુ પણ વાંધો નહી ( જો કે આમ તો આવુ ન જ ચાલે ) પરંતું શિક્ષકોની કામચોરી કેવી રીતે ચાલી શકે. એમણે જીવતા બાળકો સાથે કામ કરવાનું છે અને અનેકના જીવનને ઘડવાનું છે.
આજે ઘણીબધી શાળાઓમાં શિક્ષકો દિલથી કામ કરે છે અને આવા બધા જ શિક્ષકોને દિલથી હું વંદન કરુ છું. આપ રાષ્ટ્રનિર્માણનું અદભૂત કામ કરી રહ્યા છો અને તમારા આ કામ બદલ જો કોઇ તમને પ્રોત્સાહ ન આપે કે તમારા કામની કદર ન કરે તો કામ બંધ નહી કરતા કારણકે તમે જ એવા થોડા દિવડાઓ છો જેનાથી અંધારામાં થોડો પ્રકાશ અનુભવાય છે. વેતનની મર્યાદાઓ આપને ખુબ નડે છે એ હું જાણું છું પણ આપણે સરકાર સામેનો ગુસ્સો આપણા નિર્દોષ વિદ્યાર્થીઓ પર તો ન જ ઠાલવી શકીએ.
ભારતની પ્રથમ ડીઝીટલ સરકારી શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકમિત્રોને અભિનંદન અને સાંગણવા જેવુ જ પોતાની શાળામાં નાના-મોટું કામ કરનારા અન્ય તમામ શિક્ષકમિત્રોને વંદન. Sagpariya sir na aaj na lekh mathi